ભરૂચના જંબુસર પંથકમાં આવેલા કાવી કાંબોઈના દરિયાકિનારે દરરોજ મોટી સંખ્યામાં લોકો દરિયાઈ સૌંદર્ય માણવા માટે આવતા હોય છે.ત્યારે અચાનક દરિયાની ભરતી અને ઓટ વચ્ચે અદભુત જળચર સૃષ્ટિની એક દુર્લભ ઝલક જોવા મળી હતી.દરિયાકિનારાની રેતી અને લહેરોની સપાટી પર તરતી જેલી ફિશ જેવી પારદર્શક અને અદભુત જળચર કૃતિ નજરે પડતાં જ લોકોનું ધ્યાન ખેંચાયું હતું.સામાન્ય રીતે આવા જળચર જીવો દરિયાના ઊંડાણવાળા ભાગમાં વસવાટ કરતા હોય છે.પરંતુ કિનારા સુધી પહોંચેલી આ કુદરતી રચનાએ ત્યાં હાજર દરેક વ્યક્તિને આકર્ષિત કરી દીધી હતી.

જળચર જીવને લઈને જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ

દરિયાઈ જીવની આ નયનરમ્ય ઝલક જોવા માટે સ્થાનિક લોકો અને પર્યટકો એકઠા થઈ ગયા હતા.દરિયાકિનારે લટાર મારી રહેલા મુલાકાતીઓ માટે આ ક્ષણ અતિ ઉત્સાહવર્ધક બની ગઈ હતી.કુદરતી અજાયબી સમાન આ દ્રશ્ય સામે આવતાં જ સમગ્ર કાવી કાંબોઈ દરિયાકિનારો લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો.દરિયાની મોજાંઓની લહેરો વચ્ચે ઝૂલતી આ જળચર રચનાના વિશિષ્ટ આકાર અને તેના સૌંદર્યને જોઈને સ્થાનિક ગ્રામજનો તેમજ બહારગામથી આવેલા સહેલાણીઓ ભારે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.સમુદ્રકાંઠે ઉપસ્થિત લોકોમાં આ અજાણ્યા જળચર જીવને લઈને જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ હતી.ઘણા લોકોએ કુદરતની આ અનોખી કારીગરીને પોતાના કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

દરિયાઈ દુનિયામાં કુદરતના અગણિત રહસ્યો સમાયેલા છે

આ રમણીય નજારો એ વાતની સાબિતી આપે છે કે દરિયાઈ દુનિયામાં કુદરતના અગણિત રહસ્યો સમાયેલા છે.કિનારા નજીક પાણીના પ્રવાહ સાથે વહી આવેલા આ અનોખા જીવે સમુદ્રી જીવસૃષ્ટિ પ્રત્યે લોકોનું આકર્ષણ અનેકગણું વધારી દીધું હતું.વિશાળ સાગરના પેટાળમાં છુપાયેલી રહસ્યમય અને રોમાંચક દુનિયાનો અહેસાસ કાવી કાંબોઈના આ કુદરતી નજારાએ ફરી એકવાર કરાવી આપ્યો છે.સમુદ્ર સૃષ્ટિ હંમેશાં માનવજાત માટે અચરજ અને સંશોધનનો વિષય રહી છે.ત્યારે આ પ્રકારની જળચર કૃતિ માનવીય નજરો સમક્ષ આવવી તે અનોખો સંયોગ માનવામાં આવે છે.સ્થાનિક સ્તરે આ ઘટના ચર્ચાનો મુખ્ય વિષય બની રહી છે અને લોકો એકબીજા સાથે આ દ્રશ્યના અનુભવો શેર કરી રહ્યા છે.કાવીના દરિયાકિનારે કુદરતની આ અદભુત લીલા નિહાળીને પર્યટકોમાં એક અનોખો આનંદ છવાઈ ગયો હતો. કુદરતની અસીમ સુંદરતા અને અકળ રહસ્યોને ઉજાગર કરતી આ અજાયબીથી કાંઠો ગૂંજી ઊઠ્યો હતો.

આ પણ વાંચોઃ Surat News: કતારગામ શિશુ ગૃહના બે બાળકોને મળ્યા અમેરિકન માતા પિતા