ભરૂચ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. સવારથી પડેલા આ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભરૂચના પાંચબત્તી,ગાંધી બજાર સહિતમાં પાણી ભરાયા છે. ગાંધી બજારમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રાજ્યમાં ગત સપ્તાહથી ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. અને આ સપ્તાહમાં અનેક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે.


[[$googlead]]

વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા

[[$alsoread]]

રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જ્યારે કચ્છમાં આજે અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા,સુરત, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જારી કરાયું છે. જ્યારે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. દરિયાકાંઠામાં ભારે વરસાદને પગલે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાંઆવી છે.

સુરત શહેરમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો

તદુપરાંત સુરતના કામરેજ અને સુરત શહેર, વલસાડના વાપી અને પારડી, પોરબંદરના કુતિયાણા, રાજકોટના પડધરી, જેતપુર અને ધોરાજી, નવસારીના ખેરગામ, જૂનાગઢના ભેંસાણ અને કચ્છના ગાંધીધામ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, રાજ્યના ૧૦ તાલુકામાં બે ઇંચથી વધુ, ૨૬ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૦૬ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. SEOC, ગાંધીનગરના રિપોર્ટ મુજબ સમગ્ર રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 18.16 ટકા જેટલો નોંધાયો છે. આજે 23 જૂન 2025ના રોજ સવારે 6 થી 10 કલાક સુધીમાં સુરત શહેરમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.


  • Follow us on: