ભરૂચના દહેજમાં દરિયાની જેટી પાસે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે. ટ્રીટમેન્ટ કર્યા વગર કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડી દેતા દરિયાઈ જીવસૃષ્ટિના જીવન પર જોખમ ઊભું થયું છે. દહેજના દરિયાની જેટી પાસે ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.GPCB જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે.
કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડાયું
દહેજના દરિયાની જેટી પાસે પીળા રંગનું કેમિકલયુક્ત પાણી બેજવાબદાર ઉદ્યોગો દ્વારા છોડવામાં આવ્યું છે. આ ઘટના અંગે કમલેશ મઢીવાળા દ્વારા ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે.ટ્રીટમેન્ટ કર્યા વગર કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડી દેતા દરિયાઈ જીવસૃષ્ટિના જીવન પર જોખમ ઊભું થયું છે.લોકોનું કહેવું છે કે ઉદ્યોગો ટ્રીટમેન્ટ કર્યા વગર કેમિકલયુક્ત પાણી છોડી દેતા હોય છે.
લોકોમાં ભારે રોષ જોવા મળ્યો
ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. લોકોએ જવાબદોરો સામે ઝડપથી પગલા લેવાની માંગ કરી છે.દરિયાની જેટી પાસે કેમિકલયુક્ત છોડી દેતા દરિયાઈ જીવસૃષ્ટિના જીવન પર જોખમ ઊભું થયું છે. તો આવા ઉદ્યોગો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.









