ભાવનગરના ઘોઘામાં ડૂબી જતા એકનું મોત થયું છે. ગઇકાલે 4 યુવાનો દરિયામાં ન્હાવા જતા ડૂબ્યા હતા. નવા રતનપર ગામના યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. લાપતા યુવકનો મોડી રાતે મૃતદેહ મળી આવ્યો છે. દરિયામાં ન્હાવા જતા 4 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. ત્રણ યુવાનોને બચાવી લેવાયા હતા. જ્યારે એક લાપતા હતો જેની શોધખોળ કરવામાં આવી રહી હતી. લાપતા યુવકનો મોડી રાતે મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
ઘોઘામાં ડૂબી જતા એકનું મોત થયું
ભાવનગરના ઘોઘામાં તાલુકાના નવા રતનપર ગામના યુવાનો પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. નવા રતનપર ગામના ચાર યુવાનો દરિયામાં ન્હાવા જતા પાણીમાં ડૂબ્યા હતા. મોડેસ્ટ કંપની નજીક આવેલ દરિયામાં ન્હાવા ગયા હતા. યુવકો પાણીમાં ડૂબ્યાની જાણ થતા સ્થાનિક આગેવાનોને થતા બનાવ સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની મદદ વડે ત્રણ યુવાનને બચાવી લેવાયા છે.
નવા રતનપર ગામના યુવાનો પાણીમાં ડૂબ્યા
એક યુવાન લાપતા બનતા NDRFની ટીમ સહિત પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. ગુમ થયેલ યુવાનની શોધખોળ હાથ ધરતા મોડી રાત્રીના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મૃતદેહનેપી.એમ અર્થે કોળિયાક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. દરિયામાં ન્હાવાની મોજ કરવા ગયેલ યુવાન મોતને ભેટતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.