ભાવનગર જિલ્લાના ભંડારીયા પાસે આવેલા માળનાથ ડુંગર વિસ્તારમાં એક પવનચક્કી ધરાશાયી થવાનો બનાવ બન્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થવી નથી.


[[$googlead]]

પવનચક્કી ધરાશાયી થવાનો વીડિયો વાયરલ

મળતી જાણકારી અનુસાર, ભંડારીયા નજીક માળનાથ ડુંગર વિસ્તારમાં પવનચક્કી ચાલુ હતી તે દરમિયાન અચાનક તેનું પાંખિયું તૂટી પડ્યું હતું અને તે જમીનદોસ્ત થઇ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પવનચક્કીના વિશાળ પાંખિયા સાથે ધડામ દઈને નીચે પડી હતી.

[[$alsoread]]

સુરક્ષા અને જાળવણી પર સવાલ

આ ઘટનાએ પવનચક્કીઓની સુરક્ષા અને જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આટલી મોટી પવનચક્કી ધરાશાયી થવા પાછળનું કારણ શું છે તે અંગે તપાસ થવી જરૂરી છે. શું તેની જાળવણી યોગ્ય રીતે કરવામાં આવી રહી નહોતી? શું તેમાં કોઈ ટેકનિકલ ખામી હતી> સદનસીબે આ ઘટના નિર્જન જગ્યાએ બની હતી જેના કારણે કોઈ જાનહાનિ થઇ નથી. જો આ ઘટના વસ્તીવાળા વિસ્તારમાં બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આ ઘટના બાદ તંત્ર દ્વારા તમામ પવનચક્કીઓની સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.



  • Follow us on: