ભાવનગરમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે દુકાનો તથા ઘરોમાં પાણી ભરાયા છે. મહુવામાં ભારે વરસાદના પગલે સર્વોદય વિદ્યાલયમાં બાળકો ફસાયા હતા. શાળામાં 30 જેટલા બાળકો ફસાયા હતા. બાળકોનું દોરડું બાંધી રેસ્ક્યુ કરાયું છે. ભારે વરસાદના પગલે કોઝ - વે પર પાણી ફરી વળતા રસ્તોઓ બંધ થયા છે.
તલગાજરડા ગામે ભારે વરસાદ
મહુવાના તલગાજરડા ગામે ભારે વરસાદ પડતા લોકોનું હોડીમાં રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. ભાવનગરમાં વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. પાલીતાણામાં ઘેટી રોડ પર બાઈક સવાર પાણીના પ્રવાહમાં ફસાયો હતો. રોડ ક્રોસ કરવા જતાં પોસ્ટકર્મી ફસાયો પાણીના વહેણમાં ફસાયો હતા. ભારે વરસાદના પગલે રોડના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારે જહેમતે સ્ટાફે બાઈક સવારનું રેસ્ક્યુ કર્યુ છે.
ભારે વરસાદની આગાહી કરવામાં આવી
ગુજરાતમાં 17 જૂનથી 22 જૂન સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ 25-35 કિમી પ્રતિ કલાકની રહેશે અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નાઉકાસ્ટ પ્રમાણે 11 જિલ્લાઓમા રેડ એલર્ટ અપાયું છે. જેમાં દ્વારકા,પોરબંદર,જૂનાગઢ,રાજકોટ,અમરેલી,ભાવનગર,ગીરસોમનાથ,ભરુચ,સુરત, નવસારી,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે.









