ગુજરાતના ભાવનગર (Bhavnagar) માં જેલમાં બંધ પથુભા ગોહિલ (Pathubha Gohil) ના મોત મામલે વિવાદ વકર્યો છે અને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પથુભા ગોહિલ ગુજસીટોક (GUJCTOC) ની ફરિયાદમાં વર્ષ 2024 થી જેલમાં બંધ હતા. તેમના મોત બાદ 12 કલાક વીતી ગયા હોવા છતાં પણ પરિવારજનોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો (Kshatriya Samaj Leaders) પણ ન્યાયની માંગ સાથે અડગ રહ્યા છે અને મોટી સંખ્યામાં સમાજના લોકો હોસ્પિટલે એકત્રિત થયા છે.
પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ અને નાર્કો ટેસ્ટની માંગ
પથુભા ગોહિલના મોત બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સંબંધિત પોલીસ અધિકારીઓ (Police Officers) સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે તેમજ સંબંધિત પોલીસ અધિકારીઓના નાર્કો ટેસ્ટ (Narco Test) ની પણ માંગ ઉઠી છે. પરિવારજનો અને આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.
