ભાવનગર રેલવે ડિવિઝનમા 350 કરોડના ખર્ચે 40 રોડ અન્ડર બ્રીજ બનાવવામા આવશે. તેમ ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમએ જણાવ્યુ હતું.


આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ જણાવ્યુ હતુ કે, મુસાફ્રોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જ્યાં અમૃત સ્ટેશન સ્કીમ હેઠળ સ્ટેશનોના પુનર્વિકાસનુ કામ થઈ રહ્યું છે, ત્યાં મંડળ પર રેલવે ફટકોને દૂર કરીને તેમની જગ્યાએ રોડ અન્ડર બ્રિજ (RUB), લિમિટેડ હાઇટ સબ-વે (LHS) અને રોડ ઓવર બ્રિજ (ROB) બનાવવા માટે પણ ઝડપી ગતિએ કામ થઈ રહ્યું છે.

મુસાફ્રોની સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રેલવે બોર્ડ દ્વારા ભાવનગર મંડળ પર વિવિધ બાંધકામ કાર્યોને મંજૂરી અપાઈ છે. આ કાર્યોમાં લિમિટેડ હાઇટ સબવે,રોડ અન્ડર બ્રિજ અને અન્ય સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ કાર્યોનો સમાવેશ થાય છે. હાલમાં ભાવનગર મંડળમાં 238 લિમિટેડ હાઇટ સબવે,રોડ અન્ડર બ્રિજ ઉપલબ્ધ છે. આ સિવાય 40 નવા બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને જલ્દી જ બાંધકામ કાર્ય શરૂ થઈ જશે. ફટક મુકત ગુજરાત અભિયાન હેઠળ વર્ષ 2025-26 દરમિયાન ભાવનગર મંડળના 11 જિલ્લાઓમાં કુલ 40 નવા લિમિટેડ હાઇટ સબવે,રોડ અન્ડર બ્રિજ બનાવવામાં આવશે.


  • Follow us on: