ભારતના ગૃહમંત્રી અમિત શાહ આગામી 20 નવેમ્બરે ભાવનગર ખાતે આવશે. જેથી શહેરમાં તેમના સમગ્ર પ્રવાસ દરમિયાન સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ નો ડ્રોન તથા નો ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.


આ વિસ્તારોમાં નો ડ્રોન અને નો ફ્લાય ઝોન જાહેર

આ જાહેરનામા પ્રમાણે ભાવનગર એરપોર્ટ તથા તેની આસપાસનો 1 કિ.મી.નો એરીયા, કમલમ ભાજપ કાર્યાલય, નાની ખોડિયાર અને તેની આસપાસનો 1 કિ.મી.નો એરીયા, નારી ચોકડી પાસે જાહેર સભા સ્થળ અને તેની આસપાસનો 1 કિ.મી.નો એરીયા, કોન્વોય રૂઢ ભાવનગર એસ્પોર્ટ રૂવા ગામ- બાલા હનુમાન ત્રણ રસ્તા- નેચરલ પાર્ક- સુભાષનગર ચોક- લાલ બહાદુરશાસ્ત્રી સર્કલ મહિલા કોલેજ- આંબાવાડી સર્કલ-ઘોઘા સર્કલ- રૂપાણી સર્કલ- આતાભાઇ ચોક- સેન્ટ્રલ સોલ્ટ ત્રણ રસ્તા- કાળીયાબીડ પાણીની ટાંકી- જવેલ્સ સર્કલ- આર.ટી.ઓ. સર્કલ- દેસાઇનગર- ચિત્રા મસ્તરામ મંદિર- માર્કેટીંગ યાર્ડ- નારી ચોકડી- સભા સ્થળ તથા તેની આસપાસનો ૧ કિ.મી.નો એરીયા ને “નો ફ્લાય ઝોન” જાહેર કરાયો છે.આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા મુજબ સજા થશે.

  • Follow us on: