ભાવનગર મહાનગર પાલિકામાં આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વિપક્ષના સભ્યો સવાલો ના પૂછી શકે તે માટે શાશક પક્ષના સભ્યોએ સામાન્ય પ્રશ્નો પૂછી સનય બગાડ્યો હતો. બોર્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિપક્ષે મેયરને બુકે આપીને વિરોધ કર્યો હતો.


શાસક પક્ષના બહાર નીકળી ગયા બાદ બોર્ડ ચલાવ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગર મહાનગર પાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષ સવાલો ના પૂછે તે માટે શાશક પક્ષે સામાન્ય પ્રશ્નો પુછીને સમય બગાડ્યો હતો. આ દરમિયાન વિપક્ષના સભ્યોએ હોબાળો કરતાં શાશક પક્ષના સભ્યો બહાર નીકળી ગયા હતાં. ત્યાર બાદ વિપક્ષના પાંચ સભ્યોએ બોર્ડ ચલાવ્યું હતું અને સામાન્ય સભાના 19 એજન્ડા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં.

19 એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા

શાશક પક્ષના સભ્યો સામાન્ય સભાની બહાર નીકળી ગયા બાદ લાઈટ અને માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું. તે છતાંય વિપક્ષે સભા ચલાવી હતી. સામાન્ય સભાના 19 એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતાં. સભા પૂર્ણ થયા બાદ વિપક્ષના સભ્યોએ ભારે સુત્રોચ્ચાર કરીને શહેરના મેયરને બુકે આપીને વિરોધ પ્રગટ કર્યો હતો.  

  • Follow us on: