વલભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં 74 વર્ષના વૃદ્ધ અરજણભાઈ દિયોરાને ઢોર માર મારવાની ઘટના સામે આની હતી. જે ઘટનાને લઈ સમગ્ર પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આ મામલે ન્યાયની માગણી સાથે વૃદ્ધના પરિવારજનો અને પાટીદાર સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને રેન્જ આઈજીની કચેરીએ પહોંચીને મૌખિક રજૂઆત કરી હતી.


વૃદ્ધને માર મારવા મામલે પાટીદાર સમાજમાં ભારે આક્રોશ

વૃદ્ધ અરજણભાઈ દિયોરાને માર મારવાની ઘટના બાદ પાટીદાર સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સમાજના આગેવાનો અને પરિવારજનોએ રેન્જ આઈજી ગૌતમ પરમારને મળીને આ મામલે સખત કાર્યવાહી કરવાની અને પીડિતને ન્યાય અપાવવાની માગણી કરી હતી.

રેન્જ આઈજી ગૌતમ પરમારે સખત કાર્યવાહી કરવાની આપી ખાતરી 

આ રજૂઆત બાદ રેન્જ આઈજી ગૌતમ પરમારે પાટીદાર સમાજના આગેવાનો અને પરિવારજનોને ખાતરી આપી હતી કે આ મામલે સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરના પગલાં ભરવામાં આવશે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. આ ઘટનાએ ગ્રામીણ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.


  • Follow us on: