GCAS પોર્ટલની નિષ્ફ્ળતાથી શિક્ષણ વિભાગ પર છાત્રોનો ભરસો તુટયો હોવાનો આક્ષેપ એબીવીપીએ કરીને જીકાસ પોર્ટલની એડમિશન પ્રક્રિયા પરત્વે નારાજગી વ્યક્ત કરી છે.
આ અંગે એબીવીપીના હોદેદારોના જણાવ્યા અનુસાર, અ.ભા.વિ.પ. છેલ્લા ઘણાં વર્ષોથી રાજ્યની સરકારી વિશ્વવિધાલયોમાં પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીકૃત તથા પારદર્શક કરવાની માંગ કરતી આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષથી ગુજરાતની 14 રાજ્ય વિશ્વવિધાલયોની પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ થકી કરવાનો પ્રયાસ કરવાં આવી રહ્યો છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા છેવાડાના વિધાર્થીઓ સરળતાથી, સુલભ અને રાહતદરે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વાભાવિક રૂપે રાજ્ય સરકારની રહે છે, પરંતુ ખુબ દુઃખ સાથે જણાવવું પડે કે, માત્રને માત્ર GCAS પોર્ટલની નિષ્ફ્ળતાના કારણે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ પરનો વિધાર્થીઓનો ભરોસો તૂટયો છે.










