ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની તા.25-8ના નિયામક મંડળની મિટિંગ મળી હતી. જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.
દૂધના ખરીદભાવ અંગે ચર્ચા થતાં, હાલ મોંઘવારીના ભરડાને પહોંચી વળવા, ચોમાસામાં ખેતીની આવક સદંતર બંધ હોય અને ખેતીના ખર્ચા જેવા કે ખાતર, નિંદામણ, રસાયણિક દવા વગેરે ચાલુ હોય છે. આ ખર્ચાઓમાં સર્વોત્તમ ડેરી મદદરૂપ થાય તેમજ પશુપાલન વ્યવસાય વધારે નફાકારક બને, સર્વોત્તમ ડેરી દ્વારા દાણના ભાવમાં એકપણ રૂપિયાનો વધારો કર્યા વિના પશુપાલક પરિવારોનું જીવન ધોરણ દૂધના વ્યવસાય થકી ઊંચુ આવે તેવા હરહંમેશ પ્રયત્નો કરી જિલ્લાના છેવાડાના લોકો સુધી વધારે વળતર મળે તેવા શુભ આશયથી દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવેલ છે. હાલ કિલોફેટે રૂ. 870 ચૂકવાઈ રહ્યા છે તેમાં રૂ. 30નો વધારો કરી તા. 1-9 થી અમલમાં આવે તે રીતે ખરીદભાવ રૂ. 900 કરવામાં આવેલ છે. આ ભાવવધારાથી સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે દૂધના ખરીદભાવ આપવાનું બહુમાન સર્વોત્તમ ડેરીને મળેલ છે. સપ્ટેમ્બર-2024માં દૂધ ખરીદભાવ રૂ. 850/- મળતો હતો જેની સરખામણીએ સપ્ટેમ્બર-2025માં 50/- રૂ.વધારે મળે છે.










