ભાવનગર શહેરના કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં ભંગારના કામકાજ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.સ્થાનિક સ્થળે ભંગારમાં ગેસ કટિંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક કોઈ કારણોસર સ્પ્રેમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો.આ બ્લાસ્ટ થયા બાદ સ્થળ પર આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ ભારે અફરાતફરી મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં પરિવારના 7 જેટલા સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.દાઝી ગયેલા તમામ લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ફાયર વિભાગની ગાડી 15 મિનિટ મોડી પહોંચી

બનાવ સ્થળથી માત્ર બેથી ત્રણ કિલોમીટરના અંતરે ફાયર હેડક્વાર્ટર આવેલું છે.તેમ છતાં ભાવનગર ફાયર વિભાગની ટીમને પહોંચતા 47 મિનિટ જેટલો સમય લાગ્યો હતો.આ ઘટના અંગે ચંદ્રદીપ બાબરીયા નામના વ્યક્તિ દ્વારા ઈમરજન્સી કોલ કરાયો હતો.તેમણે ફાયર વિભાગમાં તાત્કાલિક મદદ માટે વર્ધી આપી હતી.આ વર્ધી સાંજે 4:43 મિનિટે કંટ્રોલમાં આપવામાં આવી હતી.જોકે રસ્તામાં રેલવે ફાટક બંધ હોવાનું સામે આવ્યું હતું.રેલવે ફાટક બંધ હોવાના કારણે ફાયર વિભાગની ગાડી ફસાઈ ગઈ હતી.આ ગાડી ફસાઈ જવાથી ફાયર ટીમ 15 મિનિટ મોડી પહોંચી હતી.ફાયરની ગાડી ફાટક પાસે અટવાઈ રહેતા ભારે વિલંબ થયો હતો. 

એક જ પરિવારના સાત લોકો ગંભીરપણે દાઝી ગયા

આખરે 5:30 મિનિટ પર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી શકી હતી. માત્ર ટૂંકા અંતરે પહોંચવામાં આટલો મોટો સમય વીતી ગયો હતો.કુંભારવાડામાં ગેસ કટિંગ વેળાએ સ્પ્રે બ્લાસ્ટથી આગ લાગી હતી.આ આગમાં એક જ પરિવારના સાત લોકો ગંભીરપણે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોમાં સોહિલભાઈ,રોહિત અને કંચનબેન દાઝી ગયા હતા. આ ઉપરાંત જીગર, નંદની, કાનો તેમજ દિલીપભાઈ પણ દાઝ્યા હતા. આ તમામ વ્યક્તિઓ સહિત બાળકો પણ આગમાં દાઝી ગયા હતા. ભંગારના કામકાજ દરમિયાન થયેલા બ્લાસ્ટ બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી. હોસ્પિટલમાં દાખલ તમામ સાતેય ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે.ચંદ્રદીપ બાબરીયા દ્વારા કરવામાં આવેલા ઈમરજન્સી કોલ બાદ પણ ફાયર ટીમ મોડી પહોંચી હતી.

આ પણ વાંચોઃ