ગુજરાતમાં 17 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વાર કરવામાં આવી છે. આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મહુવાના તલગાજરડા ગામે ભારે વરસાદ પડતા લોકોનું હોડીમાં રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે.


[[$googlead]]

આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં સુરત, નવસારી, વલસાડ,દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, ભરૂચ, આણંદ, વડોદરા, નર્મદા,છોટાઉદેપુર, ડાંગ, તાપી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

કાલે કચ્છ, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યામાં 18 થી 22 જૂન સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 25-35 કિમી પ્રતિકલાકની રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Follow us on: