ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પંથકમાં ભારે વરસાદના કારણે ખારી નદી, ઘેલો નદી અને કાળુભાર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્રણેય નદીઓ ભારે વરસાદને પગલે ગાંડીતૂર બની છે. હાલમાં ભાવનગરથી વલ્લભીપુર જતા રોડ પર ખારી નદી અને કાળુભાર નદીમાં પાણી આવી જતા રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ મગલાણા નજીક કોઝવે પર પાણી ફરી વળતા એસડીએમ, ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.


[[$googlead]]

તમામ લોકોના સુરક્ષિત રેસ્કયુ કરવા પ્રયાસ

ત્યારે વલ્લભીપુરના મગલાણા ગામે સોલાર પ્લાન્ટમાં પાણી ભરાવાના કારણે 4 લોકો ફસાયા છે તો ચમારડી નજીક થાપનાથ મહાદેવ મંદિર નજીક 10 લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે આ તમામ લોકોને રેસ્ક્યુ માટે તંત્ર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેસીબી, બોટ દ્વારા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ભાવનગરના વલ્લભીપુરમાં કાર તણાવાની ઘટના પણ સામે આવી છે. વીરડી કોઝ વે પર કાર પાણીમાં તણાઈ છે. કોઝ વે પર પાણીનો પ્રવાહ વધતા કાર પાણીમાં તણાઈ છે. કારમાં સવાર કુલ 4 લોકો પાણીમાં ફસાયા છે. પોલીસ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યું કરાયું છે.

[[$alsoread]]

ભાવનગર જિલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર

ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે વિદ્યાર્થીઓની સાવચેતી માટે તંત્ર દ્વારા મોટી નિર્ણય લેવામાં આવ્યો છે અને આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અનરાધાર વરસાદને પગલે ઠેરઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ત્યારે ઘણા સ્થળોએ કોઝવે તૂટતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં મેથળા બંધારો ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. મેથળા બંધારો ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણ કે બંધ આસપાસના 13 ગામને પાણી પુરું પાડે છે.

  • Follow us on: