ભાવનગર જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલનનું શંખનાદ કરવામાં આવ્યું છે. ભાવનગર કલેક્ટર કચેરી સહિત જિલ્લાની વિવિધ મહેસૂલી કચેરીઓ સાથે સંકળાયેલા 400 થી વધુ કર્મચારીઓ આજે કામકાજથી અળગા રહીને સામૂહિક રજા પર ઉતરી ગયા છે. કર્મચારીઓના આ અચાનક વિરોધ પ્રદર્શનથી સરકારી કચેરીઓમાં વહીવટી કામગીરી પર ભારે અસર જોવા મળી રહી છે.

રાજ્યભરમાં 25 થી 30 હજાર કર્મચારીઓ આંદોલનમાં જોડાયા

ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ રોષ વ્યાપક બન્યો છે. રાજ્યભરની અલગ-અલગ કચેરીઓના અંદાજે 25 થી 30 હજાર જેટલા રેવન્યુ કર્મચારીઓ આ વિરોધ આંદોલનમાં સક્રિયપણે જોડાયા છે. કર્મચારીઓની લાંબા સમયથી અટવાયેલી વિવિધ પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા સરકાર સામે નારાજગી પ્રગટ થઈ રહી છે, જેના કારણે રાજ્યવ્યાપી આંદોલનનો માહોલ સર્જાયો છે.

Bhavnagar News: Revenue Employees Go on Mass Leave; Warn of Indefinite Strike

જનસેવા કેન્દ્રની કામગીરી પ્રભાવિત અને અચોક્કસ મુદતની ચીમકી

કર્મચારીઓ હડતાળ પર ઉતરતા મહેસૂલી સેવાઓ અને જનસેવા કેન્દ્રની રોજિંદી કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ છે, જેના કારણે કામ અર્થે આવતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માંગણીઓનો વહેલી તકે સંતોષકારક ઉકેલ નહીં આવે, તો આગામી 7 ઓક્ટોબર બાદ તેઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ઉગ્ર ચીમકી આપવામાં આવી છે.

Bhavnagar News: Revenue Employees Go on Mass Leave; Warn of Indefinite Strike


આ પણ વાંચો: Bhavnagar News: મોરારિબાપુએ જાંબાઝ કેપ્ટન સ્મિત મચ્છરને 21 લાખ અર્પણ કર્યો, અનોખી રીતે માન્યો આભાર