ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. બે દિવસ પૂર્વે સિંધુનગર વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર નજીક મેલડી માતાજીના મંદિરની દાનપેટી તસ્કર ઉઠાવી ગયો છે. બાઈક પર આવેલો અજાણ્યો શખ્સ માતાજીના દર્શન કરી દાનપેટી ચોરી નાસી છૂટ્યો છે. આશરે ત્રણ મહિના પહેલા પણ આજ મંદિરથી ચલણી નોટોના હારની ચોરી થયાની પણ ઘટના બની હતી.
ચોરીની ઘટનાના CCTV સામે આવ્યા
આ મંદિરમાં ફરીથી તસ્કરોએ માતાજીના મંદિરને નિશાન બનાવ્યું અને દાનપેટી ઉઠાવી નાસી ગયો છે. મંદિરમાં થયેલી ચોરીની ઘટનાના CCTV વિડીયો પણ સામે આવ્યા છે. એક શખ્સ બાઈક ઉપર આવી માતાજીના દર્શન કરી દાનપેટીની ચોરી કરી પલાયન થયો છે. ઘટના અંગે સ્વયંસેવકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મેલડી માતાજીના મંદિરની દાનપેટી તસ્કર ઉઠાવી ગયો
ભાવનગર શહેરના બે દિવસ પૂર્વે સિંધુનગર વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર નજીક મેલડી માતાજીના મંદિરની દાનપેટી તસ્કર ઉઠાવી ગયો છે. મંદિરમાં થયેલી ચોરીની ઘટનાના CCTV વિડીયો પણ સામે આવ્યા છે. એક શખ્સ બાઈક ઉપર આવી માતાજીના દર્શન કરી દાનપેટીની ચોરી કરી પલાયન થયો છે. ઘટના અંગે સ્વયંસેવકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.









