ભારે વરસાદના કારણે પાલીતાણાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગારીયાધાર રોડ પર પાણી ભરાતા વાહનો ફસાયા છે. ભાવનગરમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ખુશ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને ગરમીથી લોકોને રાહત મળી છે. ભાવનગર પંથકમાં વરસાદ થતા આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અંતરિયાળ ગામડાઓમાં પાણી ભરાતા રસ્તાઓ પર નદીઓ જેવું વહેણ જોવા મળ્યુ છે.
ભાવનગરના જેસરમાં ધોધમાર વરસાદ
ગારીયાધાર રોડ સિંધી કેમ્પ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે. રહીશોઓ નગરપાલિકાની કામગીરીને લઈને રોષ ઠાલવ્યો છે. ફાયર વિભાગના વાહનો પણ પાણીમાં ફસાયા છે. જેમના બહાર નિકળવું મુશ્કેલ સાબિત થઇ રહ્યુ છે. ભારે વરસાદથી પાલીતાણામાં ઠેરઠેર પાણી ભરાઇ જવાની ફરિયાદ સામે આવી છે.
રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી
ચોમાસાની સત્તાવાર શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. વરસાદના કારણે ખેડૂતો ખુશ છે. અને તેઓ નવા પાકના વાવેતર માટે તૈયારીઓ કરી રહ્યા છે. જે સ્થળે પાણી ભરાયા છે. ત્યાં તંત્ર દ્વારા મદદ પહોંચાડવાની તજવીજ હાથ ધરાઇ છે.









