કચ્છ જિલ્લાના નિરોણા અનામત જંગલ વિસ્તારમાં વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે એક મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.અહીં વર્ષોથી જંગલની કિંમતી જમીન પર થઈ ગયેલા મોટા પાયાના દબાણો હટાવવાની કામગીરીનો આજથી વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.આ ઓપરેશનના પ્રથમ દિવસે જ તંત્રએ આક્રમક વલણ અપનાવીને અંદાજે 180 હેક્ટર જેટલી જમીન પરથી ગેરકાયદેસર રીતે કરાયેલું ખેતીવિષયક દબાણ સંપૂર્ણપણે દૂર કરી દીધું છે.


પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો

સરકારી રેકોર્ડ અનુસાર આ વિસ્તારમાં કુલ 1680.74 હેક્ટર જેટલો અનામત જંગલ વિસ્તાર આવેલો છે.જેમાંથી આશરે 300 હેક્ટર જેટલી જમીન છેલ્લા 30 વર્ષ જેટલા લાંબા સમયથી દબાણકારોના ગેરકાયદેસર કબજા હેઠળ હતી.વન વિભાગની જમીનને ખુલ્લી કરાવવા માટે તંત્ર દ્વારા અગાઉથી જ આયોજનબદ્ધ તૈયારીઓ કરવામાં આવી હતી.આ ઓપરેશન દરમિયાન કોઈપણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગાડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.

દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો

આ વિશાળ દબાણ હટાવવાની કામગીરી માટે વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા 20 જેટલા જેસીબી (JCB) મશીનો અને 15 ટ્રેક્ટરોની મદદ લેવામાં આવી હતી.ભારે મશીનરીના ઉપયોગથી ગેરકાયદેસર દબાણો પળવારમાં જમીનદોસ્ત કરી દેવાયા હતા. આગામી દિવસોમાં બાકી રહેતી જમીન પરથી પણ દબાણ હટાવીને તમામ 300 હેક્ટર જંગલની જમીન સંપૂર્ણપણે પ્રશાસન હસ્તક મેળવી લેવાશે.જેને પગલે ભૂમાફિયાઓ અને દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ Sabarkantha News: પોશીના નજીક જાનૈયાઓથી ભરેલી જીપ ખાડામાં ખાબકી, 20થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત



  • Follow us on: