કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે બીએસએફના 61મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આજે ભુજના હરિપર રોડ પર સ્થિત બીએસએફની 176મી બટાલિયનના કેમ્પસમાં આયોજિત 61મા સ્થાપના દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી અંતર્ગત હીરક જયંતી સમારોહને સંબોધિત કરતાં કહ્યું હતું કે, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પણ બીએસએફે અનેક સિદ્ધિઓ મેળવી છે.


આપણી સુરક્ષા એજન્સીઓની બહાદુરીને કારણે, દેશ 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે અને દેશને નક્સલ સમસ્યાથી કાયમી ધોરણે મુક્ત કરવાનો અને આદિવાસી ભાઈ-બહેનોના વિકાસનો માર્ગ મોકળો કરવાનો અમારો સંકલ્પ છે. ઘૂસણખોરી અટકાવવી એ માત્ર રાષ્ટ્રીય સુરક્ષા માટે જ નહીં પરંતુ દેશની લોકશાહી વ્યવસ્થાને ભ્રષ્ટ થવાથી બચાવવા માટે પણ જરૂરી છે. રાજકીય લાભ માટે SIRનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષોને હું સ્પષ્ટપણે કહું છું કે, એક, એક ઘૂસણખોરને દેશમાંથી હાંકી કાઢશું. તેમણે મોરબીમાં કમલમનું લોકાર્પણ કર્યું હતું.


  • Follow us on: