નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત ભુજ શહેરમાં ૧૯ સ્ટ્રેટેજીકલી મહત્ત્વના જંક્શનો ખાતે કુલ ૨૧૩ કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. જેના પગલે વર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં ચોરી અને લૂંટનાં ૮૯ કેસના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે અકસ્માતનાં ૮૯ બનાવો, ૧૭૩ જેટલા મિસિંગના બનાવો (વ્યક્તિ ગુમ, મોબાઇલ ગુમ, પર્સ ગુમ, બેગ ગુમ, કિંમતી ચીજ વસ્તુઓ)માં તથા ૧૪૪ જેટલા ગુના તપાસ કામે તથા અરજીઓમાં નેત્રમ કેમેરા ઉપયોગી બન્યા છે. તો ૨૦૦થી વધુ ગુનેગારોને પકડવામાં પણ આ ૨૧૩ કેમેરા પોલીસને ઉપયોગી સાબિત થયા છે.


પોલીસને નેત્રમને કારણે કુલ મળીને રૂ. ૧.૪૩ કરોડની આવક થવા પામી

આ સિવાય રૂ. ૧૧,૬૮,૪૦૦નો મુદ્દામાલની રિકવરી પણ નેત્રમ દ્વારા કરાવામાં આવી છે. તો ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરતાં ૩,૩૧૨ લોકોને ઇ-મેમો ફટકારી દંડ પેટે વસૂલાત કરવામાં આવતાં પોલીસને નેત્રમને કારણે કુલ મળીને રૂ. ૧.૪૩ કરોડની આવક થવા પામી છે. નેત્રમનાં પીએસઆઇ કુલદીપ મોરડિયાએ જણાવ્યું હતું કે, નેત્રમ કેમેરા સિસ્ટમ દ્વારા ટ્રાફ્કિ નિયમોનાં ઉલ્લંઘન બદલ વાહનચાલકોને ઈ-ચલણ જનરેટ કરવાની કામગીરી કરવાની સાથે સાથે કાયદો અને વ્યવસ્થાને લગતા બનાવો જેવા કે, ચોરી, લૂંટ, અક્સ્માત, મિસિંગ પર્સન, મિસિંગ વસ્તુઓ તથા અન્ય બનાવોના ડિટેક્શન, પ્રિવેન્શનમાં તથા તહેવારો દરમિયાન નીકળતી વિવિધ શોભાયાત્રાઓ, સરઘસ, ઝુલૂસો, મેળાઓ, રેલીઓ અને વી.વી.આઈ.પી. મુવમેન્ટ દરમિયાન ૨૪ બાય ૭ લાઇવ મોનિટરિંગ, સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.

શહેરમાં નેત્રમની મદદથી વર્ષ-૨૦૨૪થી અત્યાર સુધીમાં ચોરી, લૂંટ, અપહરણ, અકસ્માત મોત, ઇજા, મિસિંગ વ્યકિત, મિસિંગ વસ્તુઓ (મોબાઇલ પર્સ, પાર્સલ, કિંમતી ચીજ વસ્તુઓ) વિગેરે જેવા કેસો તથા અન્ય ગુનાઓ મળી ૪૫૦થી વધુ કેસો, અરજીઓનો ભેદ ઉકેલવામાં સફ્ળતા મળી છે. તેમ જણાવી ઉમેર્યું હતું કે, ફૈંજીઉછજી પ્રોજેકટનાં બીજા તબક્કામાં ભુજ શહેરમાં વધુ ૨૧ સ્થળોએ ૯૬ જેટલા કેમેરા તેમજ મુન્દ્રા શહેરમાં પણ ૧૨ સ્થળોએ ૮૭ જેટલા કેમેરા લગાડવાની કામગીરી ચાલી રહી છે.

૧૭,૪૩૭ કેસમાં રૂ. ૧,૪૩,૧૧,૨૩૦નાં ઇ-ચલણ જનરેટ

વન નેશન વન ચલણ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૩થી કાર્યરત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા તથા યોગ્ય ટ્રાફિક એન્ફેર્સમેન્ટ માટે માર્ગ સુરક્ષાનાં નિયમોના ભંગ કરતા વાહનચાલકોને સીસીટીવી કેમેરા, સ્પીડ ગન તથા હાલમાં ઇ-ચલણ, વાયોલેશન ઓન કેમેરા એપ મારફ્તે ઇ-ચલણ જનેરશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં કુલ ૧૭,૪૩૭ જેટલા કેસમાં રૂ. ૧,૪૩,૧૧,૨૩૦નાં ઇ-ચલણ જનરેટ કરવામાં આવ્યા છે.

ભુજ નેત્રમને અત્યાર સુધીમાં ૧૦ એવોર્ડ મળ્યા

ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લાઓને વર્ષ-૨૦૨૧થી દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વરા ગુજરાતનાં દરેક જિલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓનાં નામ નક્કી કરી, પુરસ્કાર અને સન્માન કાર્યક્રમ હેઠળ એવોર્ડ સાથે પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત ભુજ નેત્રમને અત્યાર સુધીમાં ૧૦ એવોર્ડ મળ્યા છે, જેમાં ગુન્હા શોધનની શોધ કેટેગરીમાં ૯ એવોર્ડ તથા ઇ-ચલણની કામગીરીની માર્ગ સુરક્ષા કેટેગરીમાં ૧ એવોર્ડનો સમાવેશ થાય છે.

શહેરમાં ૧૯ જેટલા મહત્ત્વનાં સ્થળે ૨૧૩ કેમેરાની નજર

રાજ્ય સરકારનાં ગૃહ વિભાગ દ્વારા ફૈંજીઉછજી (વીડિયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇઝ એડવાન્સ સિક્યુરિટી) પ્રોજેકટનાં પ્રથમ તબક્કામાં રાજ્યનાં ૩૩ જિલ્લાનાં મુખ્ય મથકો, ૬ યાત્રાધામો અને સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી, એક્તા નગર મળી કુલ ૪૧ સ્થળોએ ૧,૨૦૦ જેટલા ટ્રાફિક જંક્શનો, એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય સ્ટ્રેટેજીકલી મહત્ત્વના સ્થળોએ ૭,૦૦૭ સીસીટીવી કેમેરા લગાવી, દરેક જિલ્લામાં નેત્રમ (ડિસ્ટ્રિક્ટ લેવલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) અને ગાંધીનગર પોલીસ ભવન ખાતે ત્રિનેત્ર (ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (આઇ૩સી)) કાર્યરત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભુજ શહેરમાં ૧૯ સ્ટ્રેટેજીકલી મહત્ત્વના જંક્શનો ખાતે કુલ ૨૧૩ કેમેરા લગાડવામાં આવ્યા છે, જેમાં ૧૯- કેમેરા, ૧૧૪- ઓટોમેટીક નંબર પ્લેટ રેકોગ્નાઇઝેશન કેમેરા, ૭૦- ફિક્સ કેમેરા, ૧૦- રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન કેમેરાનો સમાવેશ થાય છે.

  • Follow us on: