કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસતા ચાીરે બાજુ જળબંબાકાર જોવા મળી રહ્યો છે. કચ્છના સુરજબારી પાસે રસ્તા પર ફરી વળેલા પાણીના ધસમસતા પ્રવાહના કારણે એક કાર તણાવા લાગી હતી. જો કે કાર ચાલક સમયસૂચકતા વાપરીને તુરત જ કારમાંથી કુદી ગયો હતો અને તેનો આબાદ બચાવ થયો હતો. જો કે કાર સંપૂર્ણપણે ડુબી ગઇ હતી.

સર્વત્ર જળબંબાકાર


કચ્છ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે તેના કારણે રાપર પંથક તો ડુબી જ ગયો છે. ઉપરાંત ભચાઉ, ગાંધીધામ, ભુજ, સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ચારેબાજુ પાણી જ પાણી થઇ ગયું હતું. ચારેબાજુ કેડસમા પાણી ભરાઇ ગયા હતા તો અનેક ગામોમાં પણ પાણી ફરી વળ્યા હતા


પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર પાણીમાં તણાવા લાગી


ભારે વરસાદના કારણે સુરજબારી ગામાં પણ સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું જેમાં પાણીનો ધસમસતો પ્રવાહ હોવા છતાં એક ઇનોવા કાર ચાલકે કાર પાણીમાંથી લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાણીનો પ્રવાહ એટલો જોરદાર અને પ્રચંડ હતો કે કાર પાણીમાં તણાવા લાગી હતી . આ જોઇને આસપાસના લોકોમાં પણ ગભરાટ ફેલાઇ ગયો હતો.

કારચાલકે સમયસુચકતા વાપરી


કાર તણાવા લાગતા કારચાલકે સમયસુચકતા વાપરી હતી અને તુરત જ કારમાંથી બહાર નીકળી ગયો હતો. તેને તરતા આવડતું હોવાથી તરતા તરતા તે કિનારા પર આવી ગયો હતો અને જાનહાનિ ટળી હતી.

  • Follow us on: