કચ્છમાં આદિપુર નજીક આવેલા શનિદેવ મંદીરથી શિણાય તરફ જતા રસ્તા પર 15 વર્ષની સગીર વયની બાળકીને અને તેના મિત્રોને ત્યાં આવેલા લોકોએ પોલીસ સ્ટેશન લઈ જવાની બીક બતાવી સગીરા સગીરા બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરાયું હતું. દુષ્કર્મ બાદ બાળકીને રોડ પર મૂકી ફરાર થયા હતા.
સગીર પર દુષ્કર્મ કેસ
આદિપુર નજીક આવેલા શનિદેવ મંદીરથી શિણાય તરફ જતા રસ્તા પર પોતાના મિત્ર સાથે ફરવા આવેલી સગીર વયની બાળકીને અને તેના મિત્રને ત્યાં આવેલા બે અજાણ્યા ઇસમોએ પોલીસ સ્ટેશન લઇ જવાની બીક બતાવી કાક ધમકી કરી સગીરાને નિર્જન સ્થળે લઇ જઇ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરાયું હતું. આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ દુષ્કર્મના 2 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
આરોપીઓને કડક સજા માંગ
આ ઘટનામાં સગીરાના ભાઈએ પાલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે. આ સમગ્ર ઘટનાએ શહેરમાં રોષ અને ભયનો માહોલ ઉભો કર્યો છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી છે.









