બોડેલી પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઉપર આવેલ બ્રિજનું શનીવારે અધિકારીઓએ ખાસ બોટમાં બેસીને વીડિયોગ્રાફિ સાથે નિરીક્ષણ કર્યુ હતું. અધિકારીઓ ખાસ બોટ મારફ્તે બ્રિજની નીચે પહોંચ્યાં હતા. અને વીડિયોગ્રાફ્ી દ્વારા બ્રિજની ક્ષતિઓ અંગે ઝીણવટપૂર્વક છણાવટ કરી હતી.
તાજેતરમાં પાદરા તાલુકાના ગંભીરા-મુજપુર બ્રિજ તૂટી પડવાની ગોઝારી ઘટના બાદ બોડેલી નજીકના મેરિયા અને ઓરસંગ નદી પરના બે બ્રિજ પહેલાંથી જ જર્જરિત હોવાથી બંધ કરી દેવાયા છે. આજરોજ પણ બોડેલી વડોદરા મુખ્ય હાઇવે પર આવેલા નર્મદાની મુખ્ય કેનાલ પરના બ્રિજનું પણ રુટિન ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું. વિશેષ એ છે કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝન હોવાને કારણે આ પ્રકારનું ઇન્સ્પેક્શન નિયમિત પ્રક્રિયાનો ભાગ છે. બોડેલીથી બહાર જવા માટે એકમાત્ર આ નર્મદાની મુખ્ય કેનાલવાળો બ્રિજ જ આખરી વિકલ્પ છે.










