છોટાઉદેપુર જિલ્લાની બોડેલી કોર્ટ જિલ્લાની પ્રથમ હાઇટેક કોર્ટ બની છે. બોડેલી કોર્ટમાં હાઇટેક ઇ લાયબ્રેરીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ગુજરાત બાર એસોસિએશનના સભ્ય રણજીતસિંહ રાઠોડ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા.


બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલીતભાઈ રોહિતના પ્રયત્નોથી આજે છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ઇ-લાઇબ્રેરીનું સુવિધાસભર લોકાર્પણ કરવામાં આવ્યું. હતું. જાણવા મળ્યા મુજબ ગુજરાત અને ભારત સહિત સમગ્ર દુનિયામાં દરેક ક્ષેત્ર હાઈટેક અને ઓનલાઇન બની રહ્યું છે, ત્યારે વકીલોને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદા તરત જ મળી રહે તેવા હેતુથી બોડેલી ખાતે આ ઇ-લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે. રૂા. 2.75 લાખના ખર્ચે તૈયાર કરાયેલ આ હાઇટેક ઇ-લાઇબ્રેરીનું લોકાર્પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન નલીનભાઈ ડી. પટેલના હસ્તે કરવામાં આવતા બોડેલી બાર એસોસિયેશન આધુનિક સુવિધાઓથી સજજ બન્યુંછે કાર્યક્રમ દરમિયાન ગુજરાત બાર એસોસિએશનના સભ્ય રણજીતસિંહ રાઠોડ દ્વારા ઝેરોક્ષ મશીન પણ ભેટ અપાયું હતું.


  • Follow us on: