બોડેલીના પાંધરા ગામે તળાવ કિનારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનું ભારત ભરમાં દુર્લભ એવું નીલવર્ણ પંચમુખી શિવલિંગ આસ્થાનું કેન્દ્ર બન્યું છે.


પવિત્ર શ્રાવણના સોમવારે આ મંદિર ખાતે શ્રાદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. રાજા વિશળ દેવના સમયનું આ મંદિર હોવાનું અહીંના સ્થાનિક વડીલો દ્વારા જાણવા મળ્યું હતું.

પાંધરા ગામે તળાવ કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનું ભારત ભરમાં દુર્લભ એવું પંચમુખી શિવલિંગ આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને આ સ્થળે હજારોની સંખ્યામાં શ્રાવણના સોમવારે તેમજ વાર તહેવારે શ્રાદ્ધાળુ ભક્તજનો આવતા હોય છે. હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોય અહીં શ્રાદ્ધાળુ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અહીં શિવરાત્રી હોય કે અન્ય વાર તહેવાર હોય ત્યારે અહીં ભંડારો પણ રાખવામાં આવે છે અને શ્રાવણના તમામ સોમવારે પણ ભક્ત જનો દ્વારા ભંડારો રાખવામાં આવે છે. રાજાવિશળદેવના સમયનું અતિદુર્લભ ગણાતું સમગ્ર ભારતમાં એકમાત્ર શિવલિંગ છે.


  • Follow us on: