બોડેલી અલીખેરવા વિસ્તારમાં શ્યામ કુંજ સોસાયટીમાં રોડ પર અકસ્માત સર્જે તેવુ ગટરનું ઢાંકણું તંત્રને દેખાતું ન હોવાથી પાલિકાની બેદરકારી સામે પ્રજામાં રોષની લાગણી પ્રવર્તે છે. રોડ પરનું ઢાંકણું ફિટ કરવા માગ કરાઇ છે. જો કોઇ જીવલેણ અકસ્માત થશે તો જવાબદાર કોણ ? એવા પ્રશ્નો લોકોમાં ચર્ચાય છે.


બોડેલી નગરના અલીખેરવા વિસ્તારમાં હાલોલ રોડ પર શ્યામ કુંજ સોસાયટીના રોડ પર ગટરનું ઢાંકણું કેટલાય સમયથી તૂટી ગયું છે. જેને કારણે રાતના સમયે ચાલતા જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સોસાયટીનો મુખ્ય રોડ હોવાથી કાર સહીતના વાહનો તૂટેલા ઢાંકણામાં ફ્સાઈ જવાના બનાવ પણ બનવા પામ્યા છે. નાખેલી ભૂગર્ભ ગટર લાઇન સુવિધા રૂપ બનવાને બદલે મુશ્કેલી ઉભી કરી રહી છે.ગટરના ઢાંકણા તૂટી ગયું હોવાથી રોડ પરનો કચરો ગટરમાં જતો હોવાથી એ વિસ્તારમાં નાખેલ ભૂગર્ભ ગટર બ્લોક થાય છે. તેવી પણ ફરિયાદ લોકોમાં ઉઠવા પામી હતી. વહીવટી તંત્ર દ્વારા શ્યામ કુંજ સોસાયટીમાં મુખ્ય રોડ પરનું તૂટી ગયેલું ગટરનું ઢાંકણું વેહલી તકે સમારકામ કરવામાં આવે તેવી સોસાયટીના રહીશોની માંગ ઉઠી છે.


  • Follow us on: