બોડેલીના જોજવા ડેમ પાસે માછીમારી કરતા એક આદિવાસી સ્થાનિક ગૃહસ્થને એક વિશિષ્ટ પ્રકારની ચાર આંખવાળી માછલી મળી હતી. આ માછલી જળચર ઇકો સિસ્ટમ માટે જોખમી હોવાનું પણ મનાય છે. મગર જેવી ચામડીની ડીઝાઇન ધરાવતું તેનું પૃષ્ઠ અજીગર કે, ઝેરી સર્પ પર દેખાતા ભીંગડા જેવું જણાય છે.


જોજવાના ગણપતભાઈ નાયકને આજથી દોઢ વર્ષ પહેલા જોજવા આડબંધ પાસે માછીમારી દરમિયાન આવી બે માછલી મળી હતી. એક માછલી કોઈક બીજો વ્યક્તિ લઈ ગયો હતો. જ્યારે તેમની પાસે એક બીજી માછલી રાખી મૂકી હતી. દોઢ વર્ષથી તેઓ આ માછલીને પોતાની પાસે ઘરઆંગણે બનાવેલા એક નાના કુંડમાં વસવાટ આપ્યો છે. આ માછલી આમ તો, જળચર જીવસૃષ્ટિમાં હિંસક ગણાય છે. જે જળચર ઇકો સિસ્મટ માટે જોખમી છે.

આ માછલી અંગેની કેટલીક વિશેષતાઓ

તેને સામાન્ય રીતે સક્કરમાઉથ કૅટફ્શિ અથવા પ્લેકોસ્ટોમસ તરીકે ઓળખાય છે. મોટા અને ઊંચા ડોર્સલ ફ્નિ (પીઠના પરના પાંખ), જે સેઇલ જેવા દેખાય છે. ચુસ્ત ચપળું મોં, જેના વડે માછલી તળિયે ચોંટી રહે છે. અને શેવાળ ખાય છે. શરીર પર કાઠી જેવો કવચવાળું આવરણ હોય છે. શરીર અને પાંખ પર ખાસ પ્રકારની લાઇનો/ડિઝાઇન હોય છે. આ માછલીનું મૂળ દક્ષિણ અમેરિકાની એમેઝોન ખીણ છે. તેનું નિવાસસ્થાન નદી અને ઘરેલું તાજા પાણીની ફ્શિટૅન્ક હોય છે.


  • Follow us on: