આણંદના બોરસદમાં ગોલ્ડ લોન મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. બનાવટી ચેઈન મૂકી ગોલ્ડ લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. તમિલનાડુ બેંકમાં સોનાની 4 બનાવટી ચેઈન મૂકી 8.78 લાખનો લોન લીધી છે. જોકે પાંચમી વખત લોન લેવા જતા ભાંડો ફૂટ્યો છે. બોરસદ પોલીસે ગુનો નોંધી 5 વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે 3ની અટકાયત કરી છે.
બોરસદમાં ગોલ્ડ લોન મેળવવાનું કૌભાંડ
બોરસદમાં સોનાની બનાવટી ચેઇન મૂકી ગોલ્ડ લોન મેળવવાનો કૌભાંડ ઝડપાયું છે. પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ત્રણની અટકાયત કરી છે. તમિલનાડુ બેંકમાં સોનાની 4 બનાવટી ચેઇન રજૂ કરી છેતરપિંડી આચરી છે. પાંચમી વખત લોન લેવા જતા ચેઇન બનાવટી હોવાનું ખુલતા ફરિયાદ નોંધાઈ છે.
નકલી સોનુ આપી લોન લીધી
બેંક કર્મચારીને કંઈક ખોટુ થયું હોય તેમ લાગતા સોનીને અગાઉ લીધેલી લોનના બદલામાં આપેલી સોનાની ચેઈન ચેક કરતા અસલી ન હોવાનું પુરવા થયું હતું. ઠગાઈ થઈ હોવાની ફરિયાદ બોરસદ ટાઉન પોલીસ મથકમાં નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.