બોટાદમાં 14 ઇંચ વરસાદમાં રસ્તાઓ ધોવાયા હોવાની વાત સામે આવી છે, ભારે વરસાદમાં ગઢડામાં રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે અને ડેમ ઓવરફ્લો થતા ઘેલો નદી પરનો પુલ બિસ્માર થયો છે, પુલ પર ખાડાઓ પડતા વાહનચાલકો હેરાન-પરેશાન થયા છે અને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા શહેરીજનોની માંગ છે.
ગઢડામાં ભારે વરસાદ વરસતા રસ્તાઓ ધોવાયા
ગઢડા શહેરમાં 14 ઈંચ કરતા વધુ ધોધમાર વરસાદ થતાં રસ્તાઓ ધોવાયા છે, ગઢડા શહેરમાં રમાઘાટ ડેમ ઓવરફલો થતા ઘેલો નદી પર આવેલ પુલ બિસ્માર થયો છે અને પુલ પર મસમોટા ખાડા પડી ગયા છે. પાણીના કારણે પુલ પર મસમોટા ખાડાઓ પડતા વાહનચાલકો હેરાન-પરેશાન. આ પુલ પરથી ભડલીના ઝાંપે, સામાકાંઠા, ઢસા, તેમજ બને મંદિરે જવાનો છે રસ્તો. તો તાત્કાલિક પુલના રસ્તાનું સમારકામ કરવા શહેરીજનોની માગ છે, ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કેટલા સમયમાં પુલનું સમારકામ કરવામાં આવે છે.
બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ
બોટાદ જિલ્લામાં વધુ પડતા વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી માટે આજ રોજ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉ. માધ્યમિક સરકારી/ગ્રાન્ટેડ/ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આવશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
બોટાદ જિલ્લામાં કન્ટ્રોલ રૂમ કાર્યરત
બોટાદના નાગરિકોને જળસ્ત્રોત ધરાવતા વિસ્તારોથી દૂર રહેવા માટે અનુરોધ છે. કોઈપણ મદદની જરૂર હોય તો કંટ્રોલરૂમનો સંપર્ક કરવા પણ અપીલ કરું છું.” તંત્ર દ્વારા ભારે વરસાદ વચ્ચે આપાતકાલીન પરિસ્થિતિમાં જિલ્લા કન્ટ્રોલ રૂમ 02849 271340, 02849 271341 પર સંપર્ક કરી શકે છે.









