બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદી પર આવેલો 80 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં તેનો ઉપયોગ યથાવત રાખવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બ્રિજ રાણપુરના શહેર અને ગામડાઓ સાથે જોડતો મુખ્ય માર્ગ હોવાથી હજારો લોકોની દરરોજ અવર જવર થાય છે. ત્યારે તેની દયનીય સ્થિતિ એવી છે કે કોઈ મોટી દુર્ઘટનાને નોંતરી શકે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. પુલ પર ઠેર ઠેર સિમેન્ટના મોટા મોટા પોપડા ઉખડયા છે. લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. રાણપુરના સરપંચ ગોસુભા પરમાર સહિત અનેક આગેવાનોએ બ્રિજની જર્જરિત સ્થિતિ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે. તેમ છતાં તંત્ર દ્વારા આજદિન સુધીમાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે શું તંત્ર આણંદ જિલ્લાના ગંભીરાની જેમ ગંભીર બ્રિજ દુર્ઘટના જેવી ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? તેમજ તાત્કાલિક સમારકામ કે નવો બ્રિજ બનાવવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી છે.



  • Follow us on: