બોટાદ જિલ્લાના રાણપુરથી પાળીયાદ જતા રોડ પર અલમપુર ગામના પાટીયા પાસે રાત્રિના સમયે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. વધુમાં મળતી માહિતી મુજબ, મૃતક યુવાનો સાયલા તાલુકાના નવાગામના રહેવાસી છે. જેમની ઓળખાણ નિલેશભાઈ બાવળીયા અને જયપાલભાઈ બાવળીયા તરીકે થઈ છે. આ ઘટનાની જાણ થતા જ રાણપુર પોલીસ મથકના સ્ટાફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયા હતા અને ટ્રક ડ્રાઇવર ઝડપી પાડીને વધુ તપાસ આદરી છે.

Junagadh News: બગીચાઓમાં કેસર કેરી ઉતારવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે









