બોટાદના પિન્ટુભાઇ દીલીપભાઇ ઓળકીયા ઉ.વ25એ દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા.
સામેવાળા પક્ષ સાથે મન દુઃખને લઇ ત્રણેક માસથી બોટાદ આવી હીરા ઘસવાનું કામ કરતા હતા. પિન્ટુભાઇ ગત 19 જૂને મિત્ર સાથે કાર લઇ મોરબી જવા નીકળ્યા હતા. ત્યારે એક કારે ઓવરટેક કરી તેમને આંતર્યા હતા. ચાર શખસો પકડે તે પહેલા તેમણે કાર ભગાવી હતી. પરિવાર દ્વારા પાળિયાદ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે તપાસ કરતા આજે સવારે ગરાંભડી ગામની સીમમાં હથિયારોના ઘા મારેલી હાલતમાં પિન્ટુભાઇની લાશ મળી આવી હતી.










