બોટાદામાં ભારે વરસાદના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા છે, અને આ કોઝવે પરથી કારને લઈને બે લોકો પસાર થતા હતા અને કારણ તણાઈ જવાથી બે લોકોના મોત થયા છે, કારમાં સવાર 7 લોકોમાંથી 3 લોકો તણાઈ જવાથી આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો ફાયર વિભાગે મૃતકોની શોધખોળ હાથધરી છે.


[[$googlead]]

બોટાદમાં કાર તણાઇ જતા બે લોકોના મોત

બોટાદના રાણપુર તાલુકાના ગોધાવટા ગામે દુર્ઘટના બની છે જેમાં પાણીના કોઝવેમાં કાર તણાઈ જવાથી બે લોકોના મોત થયા છે, બે વ્યક્તિઓના મોત થયા છે અને અન્ય એકની શોધખોળ શરૂ કરાઈ છે, તમામ લોકો બોચાસણથી સાળંગપુર આવતા હતા અને આ દુર્ઘટના બની હતી, ફાયર વિભાગે વહેલી સવારથી મૃતકોના મૃતદેહની શોધખોળ શરૂ કરી છે, તો હાલમાં કોઝવે થી પસાર થતો રોડ સ્થાનિકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

[[$alsoread]]

રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે બની દુર્ઘટના

રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે આવેલ કોઝવેમાં મોડી રાત્રે કાર તણાઈ જવાની ઘટના બની છે, કારમાં સ્વામી સહિત સાત લોકો હતા જેમા 4 લોકોનો બચાવ થયો છે અને ત્રણ લોકો તણાયા છે, કૃષ્ણકાંતભાઈ પંડયા અને પ્રબુદ્ધભાઈ કાસીયા નામના બે વ્યક્તિઓના મૃતદેહ મળ્યા છે જયારે શાંત ચરીત સ્વામીની શોધખોળ શરૂ કરાઈ છે, બોચાસણથી સાળંગપુર આવતા હતા તે સમયે ગોધાવટા ગામ પાસે સર્જાઈ દુર્ઘટના. તો બરવાળા પ્રાંત અધિકારી અને મામલતદાર, પોલીસની ટીમ ઘટના સ્થળે છે.

  • Follow us on: