જિલ્લા રોજગાર વિનિમય કચેરી - બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તે હેતુસર મારૂતી યુવા શક્તિ ફાઉન્ડેશન અને એલ.આઇ.સી. બોટાદ દ્વારા વિવિધ જગ્યા માટે ૧૮થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવનારાઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.


બોટાદમાં યોજાશે ભરતી મેળો

ધો. ૮ પાસ / ૧૦ પાસ / ૧૨ પાસ / આઇટીઆઇ / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતી મેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૨૯/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.

રોજગાર મેળવવા ઈચ્છતા લોકોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે

ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરી અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક anubandham.gujarat.gov.in પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગીન કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી - બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.

  • Follow us on: