બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે, બોટાદ નગરપાલિકાના સદસ્યના પતિએ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે, ધારાસભ્ય ઉમેશ મકવાણા ઉપર કાળુ રાઠોડે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતા ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે આ વાતમાં શું સત્યતા છે તે તો સમય આવશે ત્યારે જ સામે આવશે.
બોટાદ નપાના સદસ્યના પતિએ લગાવ્યા ગંભીર આક્ષેપ
MLA ઉમેશ મકવાણા ઉપર કાળુ રાઠોડે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે, કાળુ રાઠોડનું કહેવું છે કે, આકસ્મિક રીતે MLA બન્યા અને હવે ભ્રષ્ટાચાર કરે છે અને ધારાસભ્ય તમામ અધિકારીઓ પાસેથી હપ્તા લેતા હોવાના આક્ષેપો લાગ્યા છે, કાળુ રાઠોડનું વધુમાં કહેવું છે કે, ધારાસભ્યએ એક પણ કામ કર્યુ નથી અને ખોટી વાહવાહી કરી છે, રૂ.12 કરોડના ખર્ચે રોડ રસ્તા સહિત કામોની વાત ખોટી છે અને પાલિકાના ચીફ ઓફિસરને પણ બદનામ કરવા કાવતરુ રચ્યું હતું.
બોટાદમાં 12 કરોડ રૂપિયાના રોડ રસ્તા સહિત કામો કર્યાની વાત તદ્દન ખોટી
બોટાદ ભાજપના નગરપાલિકાના સદસ્યના પતિએ ધારાસભ્ય ઉપર ગંભીર આક્ષેપો કરી વીડિયો વાયરલ કર્યો છે, અને કાળુભાઈ રાઠોડ નગરપાલિકા ભાજપના મહિલા સદસ્યના પતિ છે અને આપ પાર્ટીના પૂર્વ પ્રમુખ હતા, તેમણે વીડિયો વાયરલ કરીને કહ્યું કે, ધારાસભ્ય ઉમેશ મકવાણા પોતાના પેટ માટે રાજકારણ કરી રહ્યાં છે. ધારાસભ્યએ ચિફ ઓફિસર ને અપમાનીત કરીને મારવા માટેનું ષડયંત્ર ગોઠવ્યું હતું અને ધારાસભ્ય તમામ અધિકારીઓ પાસેથી હપ્તા લેતા હોવાના કર્યા આક્ષેપો. ધારાસભ્યએ બોટાદમાં એકપણ ગ્રાન્ટ લાવી શક્યા નથી અને ગામડાઓમાં ગ્રાન્ટ ફાળવી હતી તે રદ કરાવી છે.
આપ પાર્ટીએ વર્ષ 2022માં બોટાદ બેઠક પર ઉમેશ મકવાણાને ટીકિટ આપી હતી
આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ બેઠક પર ઉમેશ મકવાણાને ટીકિટ આપી હતી. ઉમેશ મકવાણાએ ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતાં. ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતાં. જેમાં તેમનો પરાજય થયો હતો.









