બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામની સીમમા છેલ્લા થોડાક સમયગાળાથી દરરોજ અજાણ્યા શખ્સો દ્રારા નીલગાય( રોઝ)નો ફાયરીંગ કરી શિકાર કરવામાંમાં આવી રહ્યો છે. અને શિકાર કર્યા બાદ સીમ વિસ્તારમાં જ તેનું મટન લઈ જાય છે. અને બીજો ભાગ છોડી દેવામાં આવે છે. આ અંગે સ્થાનિક ગ્રામજનો તથા ખેડૂતો શિકારી શખ્સોને સમજાવવાનો પ્રયાસ કરે તો તેમને પણ ધાક-ધમકીઓ આપા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ બાબતે કેટલાક જાગૃત ગ્રામજનો દ્વારા વન વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાંય સ્થિતિ જૈસે થેની રહેતા ગ્રામજનોમાં રોષની લાગણી ઉઠવા પામી છે. એટલું જ નહીં નીલગાયનો શિકાર જારી રહેતા ખેડૂતો પણ સીમ વિસ્તારમાં જતા આવતા ભયની લાગણી અનુભવી રહ્યા છે. જેને પગલે સાંગણપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગ્રામજનોએ શુક્રવારે ભેગા થઈ ને રાણપુર વન વિભાગને આવેદનપત્ર આપવા આવ્યું હતું. જેમાં શિકારી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરાઈ છે. આ બાબતે ખેડૂતો તથા ગ્રામજનોએ વધુમાં જણાવ્યુ છે કે જો આ બાબતે વન વિભાગ સહિતના જવાબદાર તંત્રવાહકો દ્વારા સત્વરે યોગ્ય પગલાં નહી ભરવામાં આવે તો આ અજાણ્યા વ્યક્તિઓ સાથે સ્થાનિકોનો સંઘર્ષ થવાની પુરી સંભાવના છે. ત્યારે તાલુકા તેમજ જિલ્લાનું તંત્ર વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માગ છે.

Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના









