બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પાંજરાપોળના આગળના ભાગથી અણીયાળી તરફ્ રસ્તાની કામગીરીમાં હલકી ગુણવત્તાને લઇ રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ગ્રામજનોની રજૂઆતને લઇ સ્થળની રૂબરૂ તપાસ કરતાં કોન્ટ્રાક્ટર સાથે બોલાચાલી પણ થઇ હતી. આથી આ અંગે તપાસ કરી રિપોર્ટ બતાવ્યા બાદ વેરીંગકોટની કામગીરી શરૂ કરવા આરએન્ડબીના નાયબ કાર્યપાલકને પત્ર લખાયો છે. રાણપુરમાં આવેલા પાંજરાપોળના આગળના ભાગથી અણીયાળી તરફ્ના માર્ગેનું કામ ચાલી રહ્યું છે. આ રસ્તા ઉપર પીસીસી કામની ગુણવત્તાને લઇ સવાલો ઉભા થયા છે. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા દ્વારા નાયબ કાર્યપાલક આરએન્ડબી વિભાગને પત્ર લખી રજૂઆત કરી છે. પીસીસી રોડની ગુણવત્તા અંગે ગ્રામજનોની રજૂઆત બાદ સ્થળ તપાસ કરતાં કોન્ટ્રાક્ટર સાથે બોલાચાલી પણ થવા પામી હતી. સ્થળ ઉપર પીસીસી કામની નબળી ગુણવતા જણાઇ આવે છે. આથી ન્યાયીક રીતે તપાસ કરી કામગીરીની ગુણવત્તાનો લેબ દ્વારા તપાસ કરી રિપોર્ટ બતાવ્યા બાદ વેરીંગકોટની કામગીરી શરૂ કરવા માંગ ઉચ્ચારવામાં આવી છે. છેલ્લા 14 વર્ષ પછી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું જેમાં ભ્રષ્ટાચારની રાવને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો જાણવા મુજબ અંદાજીત 65 લાખના ખર્ચે બનતો અણીયાળી કસ્બાતી રોડ ઉપર ખાલી કપચા પાથરી લેતા જાગૃત નાગરિકો દ્વારા સરપંચને રજુઆત કરવામાં આવી હતી અને રોડના કામમાં વેઠ મુદ્દે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી હતી.



  • Follow us on: