બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાં મંગળવારે રાત્રિના સુમારે રાણપુર પોલીસને ઊંઘતી રાખીને ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે જુગારના અખાડા પર ત્રાટકીને 10 શખ્સોને જુગાર રમતા પકડી પાડયા હતા. ટીમે સ્થળ પરથી રોકડ રકમ રૂ. 49,209, 11 મોબાઈલ ફોન, પાંચ વાહન સહિત કુલ રૂ. 7.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસએમસીની ટીમે સ્થળ પરથી જુગાર રમતા પકડી પાડેલા શખ્સોમાં વિજયસિંહ રતનસિંહ મકવાણા(રહે.બોટાદ), રજાક નૂરમહંમદભાઈ ચુડાસમા(રહે. રાજકોટ), અવેશભાઈ સત્તારભાઈ સુવાણ(રહે.ભાવનગર), સિધ્ધરાજસિંહ ઉર્ફે ભગત ભરતસિંહ લીંબોલા, પૃથ્વીરાજસિંહ ભરતસિંહ મકવાણા(બંને રહે. ખસ ગામ), વિરામ વિઠ્ઠલભાઈ બોળીયા(રહે.પાણવી), હામાભાઇ જગમાલભાઈ પરમાર(રહે. રાણપુર), ઈકબાલભાઈ ઉસ્માનભાઈ માકરાણી(રહે. ભાવનગર) મહેબૂબભાઈ ઇબ્રાહીમભાઇ બાવનકા(રહે.ભાવનગર) તેમજ હિતેન્દ્રભાઈ રમેશભાઈ કારીયા(રહે. ભાવનગર)નો સમાવેશ થાય છે. જ્યારે ચાર જુગારીયા પોલીસને ચકમો આપીને નાસી છુટયા હતા. પોલીસે કુલ 14 શખ્સો સામે ગુનો નોંધીને ફરાર થયેલા ચારેયને પકડી પાડવા વધુ તપાસ આદરી છે.



  • Follow us on: