બોટાદ જિલ્લાના યાત્રધામ સાળંગપુરમાં સુપ્રસિદ્ધ શ્રીકષ્ટભંજનદેવ મંદિરમાં તા. 19મીને રવિવારે શ્રીહનુમાનજી દાદાને 1 લાખ 8 હજાર પ્લસ હીરાજડિત સિલ્વર ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો. તો આજે હનુમાનજીના સિંહાસને કાંચમાંથી બનાવેલ મહેલની થીમનો શણગાર કરાયો હતો. આ શણગાર કરતા 4 દિવસનો સમય લાગ્યો હતો. આજના શુભ દિવસે શણગાર આરતી સવારે 5:45 કલાકે કરવામાં આવી હતી. રવિવારે મોટીસંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.



  • Follow us on: