બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI) દ્વારા પંજાબ બાસ્કેટબોલ એસોસિએશનના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. ગઢડા(સ્વામીના) તાલુકાના ગોરડકા સ્થિત અને ઉગામેડી સરદાર પટેલ વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થીની તેમજ હાલમાં જય ઈન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ ખાતે સી.બી.એસ.ઈ. માં અભ્યાસ કરતી દિકરી મિતાલી સોલંકીએ રમત ગમત ક્ષેત્રે પંજાબ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ગુજરાતની ટીમમાંથી ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સિધ્ધિ પ્રાપ્ત કરી ગઢડા તાલુકા તથા શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.


બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા 

તાજેતરમાં લુધિયાણા પંજાબ ખાતે રમાયેલ 75મી જુનિયર નેશનલ બાસ્કેટબોલ રમતમાં ગુજરાતની ટીમે ભાગ લઈને સિલ્વર મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો હતો. આ ટીમમાં ગુજરાતની ટીમમાં મિતાલી સોલંકીને ભાગ લઈને સરદાર પટેલ વિદ્યાલયનું તેમજ પરિવાર અને બોટાદ જિલ્લાનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવાર તરફથી બિરદાવવામાં આવી છે.

ગુજરાતની ટીમમાંથી ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન

ગયા વર્ષે જુનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું સમાપન થયું હતું જેમાં રાજસ્થાન અને કર્ણાટક અનુક્રમે છોકરાઓ અને છોકરીઓની શ્રેણીમાં ચેમ્પિયન બન્યા હતા.રાજસ્થાને રોમાંચક ફાઇનલમાં ચંદીગઢને 107-49થી હરાવીને છોકરાઓનો ખિતાબ જીત્યો હતો. કર્ણાટકે પંજાબને 20 પોઇન્ટ 71-51થી હરાવીને છોકરીઓનો ખિતાબ જીત્યો હતો. જુનિયર નેશનલ્સ લાંબા સમયથી ભારતની શ્રેષ્ઠ બાસ્કેટબોલ પ્રતિભા માટે લોન્ચપેડ રહ્યું છે, અને ઘણા વર્તમાન રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓએ આ પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડી છે.


  • Follow us on: