બોટદામાં મેઘરાજા મહેરબાન થયા છે. ગતરોજ બોટાદ શહેરમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી. બોટાદમાં એક જ દિવસમાં સાડા સાત ઈંચ વરસાદ પડ્યો. ભારે વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. બોટાદમાં મુશળધાર વરસાદથી ડેમ ઓવરફ્લો થયો. જ્યારે ઈશ્વરીયા પાસે કોઝ-વે તૂટતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.


[[$googlead]]

ધોધમાર વરસાદને પગલે કોઝવે તૂટયો

બોટાદમાં ધોધમાર વરસાદને પગલે ઈશ્વરીયાથી લાખણકા ગામ જવાનો રસ્તો બંધ થઈ ગયો. લાખણકા ગામ વચ્ચેના રોડ પરનો કોઝવે તૂટી જતા રસ્તો બંધ થઈ ગયો. ભારે વરસાદના કારણે કોઝવેના બે ભાગ થયા. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જ્યારે ભારે વરસાદને પગલે કોઝ વે તૂટી જતા ગામમાં આવન-જાવનમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

[[$alsoread]]

પહેલા વરસાદે ખોલી તંત્રની પોલ

કોઝવે તૂટી જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. વિશેષ કરીને જે લોકો તેમના રોજિંદા કામ માટે આ માર્ગનો ઉપયોગ કરતા હશે તેમણે વિકલ્પ તરીકે અન્ય માર્ગ પસંદ કરવો પડશે. જેના કારણે લોકોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં વધુ વિલંબ થશે. ધોધમાર વરસાદથી બોટાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા. ચોમાસાની સિઝનમાં પહેલા જ વરસાદમાં કોઝવે તૂટી જતાં તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી. ગઈકાલથી ધોધમાર વરસાદ પડતા રસ્તાના બે ભાગ થયા.

રાત્રીના 12 કલાક 10 ઇંચ વરસાદ 

ગઢડામાં એકબાજુ કોઝવે તૂટતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે જ્યારે બીજી બાજુ ભારે વરસાદના કારણે ગઢડા તાલુકાના ઢસા નજીક આવેલ પાટણા ગામે કાળુ નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. પાડાપણ,નાની કુંડળ, તેમજ અમરેલી જિલ્લામાં પડેલ વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા. બોટાદ જિલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ ગઢડા તાલુકામાં પડ્યો છે. રાત્રીના 12 કલાક સુધીમાં 10 ઇંચ વરસાદ નોંધાયો. 

  • Follow us on: