બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતા એક બનાવમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગત મોડી રાત્રિના સમયે શહેરના મુખ્ય શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા એક જ કોમ્પલેક્સની પાંચ દુકાનોના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા ખુશ્બુ કોમ્પલેક્ષને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. એક જ રાતમાં આ કોમ્પલેક્ષમાં આવેલી ૫ દુકાનોમાં ચોરી થતાં વેપારીઓમાં ભારે ડર અને રોષની લાગણી ફેલાઈ છે.
બોટાદ જિલ્લામાં પાંચ દુકાનોના તાળા તોડીને ચોરી
આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક જ વ્યક્તિ આ માર્કેટમાં આવેલી દુકાનોના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યો હતો. આ દ્રશ્યો પોલીસે તપાસ માટે મેળવી લીધા છે.










