સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત - શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે તા.16-08-2025 ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પર્વે સાળંગપુરમાં વિરાજિત હનુમાનજીના સિંહાસને અને મંદિરે ગોકુળની થીમનો શણગાર કરાયો છે.


[[$googlead]]

દાદાને બપોરે 11:15 કલાકે અનેક વિધ ડ્રાયફ્રૂટ મીઠાઈ અન્નકૂટ ધરાવાશે

દાદા સમક્ષ ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા હોય એવી પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. તો મોર, ગાય, હરણ, સસલુ અને ખિસકોલી ઝાડ પર બેઠી હોય એવો શણગાર કર્યો છે. ઓર્ચિડના ફુલમાંથી મોરના પિંછા બનાવ્યા છે. કરવામાં આવેલ એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ. બપોરે 11:15 કલાકે અનેક વિધ ડ્રાયફ્રૂટ મીઠાઈ અન્નકૂટ ધરાવાશે.

[[$alsoread]]

સિંહાસને અને મંદિરે ગોકુળની થીમનો શણગાર કરાયો છે

આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું છે કે, આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પર્વે સાળંગપુરમાં વિરાજિત હનુમાનજીના સિંહાસને અને મંદિરે ગોકુળની થીમનો શણગાર કરાયો છે. દાદા સમક્ષ ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા હોય એવી પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. તો મોર, ગાય, હરણ, સસલુ અને ખિસકોલી ઝાડ પર બેઠી હોય એવો શણગાર કર્યો છે. ઓર્ચિડના ફુલમાંથી મોરના પિંછા બનાવ્યા છે. આ ફુલ મુંબઈથી મંગાવ્યા છે. દાદાના વાઘા સુરતમાં એક અઠવાડિયાની મહેનતે એક ભક્તે બનાવીને મોકલ્યા છે. આ વાઘામાં ભગવાન શ્રીકૃષ્ણ રમતા હોય અને વાર્તાલાપ કરતા હોય તેવું દર્શાવ્યું છે. દાદાના વાઘામાં શ્રીકૃષ્ણ ભગવાન તથા મોરપિંછ મૂકવામાં આવી છે.

સાળંગપુરમાં ભકતોનું ઘોડાપૂર ઉમટયું

દાદાને આજે ડ્રાયફ્રૂટ મીઠાઈનો અન્નકૂટટ ધરાવવામાં આવશે. જેમાં વિવિધ પકારની મીઠાઈ ધરાવવામાં આવશે. આ અન્નકૂટમાં કાજુ કતરી, કોપરા પાક, ખજૂર પાક, સોન પાપડી, ગેવર, ચોકલેટી પેંડા, સુત્તરફેણી સહિતની મીઠાઈ છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે મંદિર તથા પટાંગણ મટકી- ફુગ્ગાઓથી શુશોભન મટકી ફોડ એવં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાત્રે 09:00 થી 12:00 કલાક દરમિયાન રાસ ગરબાનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ. રાત્રે 12:00 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની આરતી કરવામાં આવેલ. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

  • Follow us on: