શ્રાવણ માસના રાંધણ છઠ્ઠના દિવસે શ્રીકષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ વિવિધ શાકભાજીનો શણગાર, રાજકોટમાં એક અઠવાડિયે તૈયાર થયેલા વિશેષ વાઘા હનુમાનજીને પહેરાવ્યા


[[$googlead]]

મૂળા વિગેરે વિવિધ શાકભાજીનો શણગાર કરાયો

શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખ 14-08-2025ને ગુરુવારના રોજ રાંધણ છઠ્ઠના પવિત્ર દિવસે સુરણ,રીંગણ,ટામેટા,શકરીયા,ગુવાર,દુધી,બીટ,મૂળા વિગેરે વિવિધ શાકભાજીનો શણગાર કરાયો. એવં શાકભાજીની હાટડી છે. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

[[$alsoread]]


શ્રાવણ મહિનાના પવિત્ર રાંધણ છઠ્ઠના દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ શણગાર

આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રાવણ મહિનાના પવિત્ર રાંધણ છઠ્ઠના દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 1 હજાર કિલોથી વધુ વિવિધ શાકભાજીનો સિંહાસને શણગાર કરાયો છે. આ શાકભાજી વડોદરાના પાદરાથી ભક્તોએ મોકલ્યા છે. તો દાદાને શાકભાજીની થીમવાળા વિશેષ વાઘા પણ પહેરાવ્યા છે. આ વાઘા રાજકોટમાં એક ભક્તે એક અઠવાડિયાની મહેનતે બનાવ્યા છે. આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો. આ શાકભાજી ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરાશે.

શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.25-07-2025 થી તા.28-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે - સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ - ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી -રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - શ્રીકૃષ્ણ જન્મોત્સવ - દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે.

  • Follow us on: