ગઢડા તાલુકામાં મૂશળધાર 14 ઈંચ કરતા વધુ ભારે વરસાદ પડવાના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન સામે આવ્યું છે. ધોધમાર વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે જમીનો ધોવાઈ ગઈ છે. જેથી ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે, ત્યારે સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. બોટાદમાં સમગ્ર જિલ્લામાં 24 કલાકમાં 15 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જિલ્લાના નદી નાળા છલકાયા છે તો તમામ ડેમો ઓવરફલો થયા છે,જેના કારણે કેટલાક રસ્તાઓ ધોવાયા છે.


[[$googlead]]

ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાન થયું

ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી ખેતરો જળબંબાકાર થયા છે, જેના કારણે ખેડૂતોની જમીનો પણ ધોવાઈ ગઈ છે અને વ્યાપક નુકસાન થયું છે. ગઢડા તાલુકામાં 14 ઈંચ કરતા વધુ ધોધમાર વરસાદ નોંધાયો છે, જેથી જમીનોમાં વ્યાપક નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે તો ખેતીમાં જમીનો ધોવાઈ ગઈ છે તો કેટલીક જગ્યાએ જમીનોમાં પાથરેલ ડ્રીપ ખોદી નાખી છે, અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે, જેથી ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ નુકસાનીનો સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માગણી કરી રહ્યા છે.

[[$alsoread]]

બોટાદમાં પાણીમાં કાર તણાતા 7 લોકોના મોત

બોટાદમાં મેઘરાજાએ પ્રથમ વરસાદમાં જ કહેર વર્તાવ્યો છે અને તેને પગલે પાણીના પ્રવાહમાં ગઈકાલે બોટાદમાં કાર તણાઈ હતી. લાઠીદડ ગામમાં કાર તણાતા 9 લોકો ડુબ્યા હતા, જેમાંથી કારવામાં સવારે 7 લોકોના મોત થયા હતા અને 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. NDRFની ટીમે 5 મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા હતા અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. 

  • Follow us on: