ગંભીરા બ્રિજને લઈને રાજ્ય સરકારની સુચના મુજબ ડાંગ વહીવટી તંત્રએ કામગીરી કરી છે. ડાંગમાં સાપુતારા જતા સાકરપાતળ નજીક અંબિકા નદી ઉપરનો પુલ એક વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. વઘઈથી સાપુતારા જતા નદી ઉતારા મેજર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.


[[$googlead]]

બ્રિજ ભારે કોમર્શિયલ વાહનો માટે પ્રતિબંધિત

[[$alsoread]]

આ બ્રિજનું નિરીક્ષણ બાદ રજુ કરેલ અહેવાલ અનુસાર આ પુલ ક્રિટીકલ પુઅર કેટેગરીમાં છે. નબળો જણાતા આ જોખમી પુલ ઉપર મોટા વાહનો પસાર કરવા ઉપર જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ કરવામાં આવ્યો છે. સાપુતારા તેમજ મહારાષ્ટ્ર તરફ જવા માટે હવે હથગઢથી વાંસદા અને હથગઢથી ધરમપુર વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે.

અંબિકા નદી ઉપરનો પુલ એક વર્ષ માટે ભારે વાહનો માટે બંધ

ડાંગમાં સાપુતારા જતા સાકરપાતળ નજીક અંબિકા નદી ઉપરનો પુલ એક વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. સાપુતારા તેમજ મહારાષ્ટ્ર તરફ જવા માટે હવે હથગઢથી વાંસદા અને હથગઢથી ધરમપુર વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે. નબળો જણાતા આ જોખમી પુલ ઉપર મોટા વાહનો પસાર કરવા ઉપર જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

  • Follow us on: