કામરેજ ખાતે તાપી નદી પરનો બ્રિજ ક્ષતીગ્રસ્ત થવાનો મામલે વૈકલ્પિક માર્ગ તરીકે કીમ ચાર રસ્તાથી એક્સપ્રેસ હાઇવે ચાલુ કરવા સૂચના અપાઈ છે. નેશનલ હાઇવે દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવી છે. માત્ર રોડ બાજુમાં સેફટી બે્રિકેટ લગાવવાના બાકી હતા. 24 કલાકમાં કીમ ચાર રસ્તાથી પલસાણા સુધીનો 35 કિલોમીટરનો માર્ગ ચાલુ કરવામાં આવશે.


[[$googlead]]

 નેશનલ હાઇવે 48ની 90 ટકા કામગીરી પુરી કરાઇ 

[[$alsoread]]

સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48ની 90 ટકા કામગીરી પુરી કરાઇ છે. વડોદરામાં બ્રિજ દુર્ઘટના પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે. તાપી નદીના બ્રિજ પર બ્રીજના જોઇન્ટ વચ્ચે મૂકવામાં આવેલ લોખંડની પ્લેટ ખસી ગઈ હતી. નેશનલ હાઇવે 48 પર લાંબો ટ્રાફિક જામ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો હતો.

 24 કલાકમાં માર્ગ ચાલુ કરવામાં આવશે

ગુજરાતમાં બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા ગુજરાતમાં તમામ બ્રિજનું ચેકિંગ કરી યુદ્ધના ધોરણે કામગીરી કરવાના આદેશ આપી દીધા છે.નેશનલ હાઇવે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલું કરવામાં આવી છે. માત્ર રોડ બાજુમાં સેફટી બે્રિકેટ લગાવવાના બાકી હતા. 24 કલાકમાં કીમ ચાર રસ્તાથી પલસાણા સુધીનો 35 કિલોમીટરનો માર્ગ ચાલુ કરવામાં આવશે.


  • Follow us on: