વડોદરામાં પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યાની ગોઝારી દુર્ઘટનાની આજે રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે આ બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 12 સુધી પહોંચ્યો છે, જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા છે. ત્યારે નદીમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. NDRFની ટીમ દ્વારા આ બચાવ કામગીરી કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે બ્રિજ તુટતા વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા અને વર્ષો જુનો ગંભીરા બ્રિજ ખખડધજ હાલતમાં હતો અને આજે વહેલી સવારે આ દુર્ઘટના બની હતી.


[[$googlead]]

1985માં બ્રિજ લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે વર્ષ 1981માં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 1985માં બ્રિજને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે આ બ્રિજ જર્જરીત હોવા છતા બ્રિજ પર વાહનવ્યવહાર તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યો નહતો અને આજે આ મોટી દુર્ઘટનાનો ભોગ નિર્દોષ લોકો બન્યા છે. દર વર્ષે આ બ્રિજનું ઈન્સ્પેક્શન કરવામાં આવતું હતું, ઈન્સ્પેક્શનમાં બ્રિજને રિપેરિંગની જરૂર હોવાનું જણાયું હતું પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નહતી.

[[$alsoread]]

સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને કરાશે સહાય

ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 4 લાખની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ઈજાગ્રસ્તોને સરકાર તરફથી 50-50 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે.


  • Follow us on: